News of Tuesday, 14th October 2025
મંત્રીમંડળના વિસ્તરણમાં કયા નામોની છે ચર્ચા ?
જયેશ રાદડિયા, સી.જે. ચાવડા, અલ્પેશ ઠાકોર, મહેશ કસવાલા, વડોદરાના પૂર્વ મેયર કેયુર રોકડિયા, જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ઉદય કાનગડ, રિવાબા જાડેજા ઉપરાંત, પૂર્વ મંત્રી જીતુ વાઘાણીની મંત્રીમંડળમાં રી-એન્ટ્રી થઈ શકે છે

અમદાવાદ, તા.૧૪: વર્તમાન મંત્રીમંડળમાંથી ૬ થી ૭ જેટલા મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. તે ઉપરાંત નવા મંત્રીમંડળમાં ૨૦ થી ૨૬ મંત્રીઓને સ્થાન મળી શકે છે. આ વિસ્તરણમાં જ્ઞાતિ સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા પ્રદેશોમાંથી વધુ નેતાઓને તક મળી શકે છે. મંત્રીમંડળના વિસ્તરણમાં કેટલાક યુવા અને અનુભવી ધારાસભ્યોને સ્થાન મળી શકે છે, જેમાં જયેશ રાદડિયા, સી.જે. ચાવડા, અલ્પેશ ઠાકોર, મહેશ કસવાલા, વડોદરાના પૂર્વ મેયર કેયુર રોકડિયા, જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ઉદય કાનગડ, રિવાબા જાડેજા ઉપરાંત, પૂર્વ મંત્રી જીતુ વાઘાણીની મંત્રીમંડળમાં રી-એન્ટ્રી થઈ શકે છે.(૨૩.૨૨)
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
