<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

દાહોદ જિલ્લામાં ફરી એક વખત શૈક્ષણિક વ્યવસ્થા પર પ્રશ્ન : દેવગઢ બારિયા તાલુકાના સિંગેડી ગામના કુવા ફળિયામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતાં નાનકડા બાળકો પાસેથી શિક્ષકોએ ભણતર બદલે સફાઈ કામ કરાવ્યું હોવાના આક્ષેપો

દાહોદ જિલ્લામાં અગાઉ પણ અનેક શાળાઓમાંથી એવા વિડીયો સામે આવ્યા હતા, જેમાં વિધાર્થીઓને વર્ગખંડ અને શાળા પરિસરની સાફસફાઈ કરાવતા જોવા મળ્યા હતા કોઈ કડક કાર્યવાહી ન કરતા શિક્ષકોની બેદરકારી અને શિક્ષણ વિભાગની ઉદાસીનતા ફરી સામે આવી

દાહોદ તા.૧૪ :દાહોદ જિલ્લામાં ફરી એક વખત શૈક્ષણિક વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. દેવગઢ બારિયા તાલુકાના સિંગેડી ગામના કુવા ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં નાના વિધાર્થીઓને ઝાડૂ લઈને શાળાના પરિસરમાં સાફસફાઈ કરતા જોવા મળે છે. શાળામાં અભ્યાસ માટે આવતાં નાનકડા બાળકો પાસેથી શિક્ષકોએ ભણતર બદલે સફાઈ કામ કરાવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

સ્થાનિક લોકો અને વાલીઓમાં આ વીડિયો સામે આવ્યા બાદ ભારે નારાજગી જોવા મળી છે. તેમનું કહેવું છે કે શાળાઓ બાળકોના શિક્ષણ માટે છે, સફાઈ માટે નહીં. બાળકો પાસેથી આ પ્રકારની મજૂરી કરાવવી શિક્ષણના હક્કનું ઉલ્લંઘન ગણાય છે. આ ઘટના બાદ જિલ્લા શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારની શૈક્ષણિક નીતિઓ પર અનેક સવાલો ઊભા થયા છે. આ પહેલી ઘટના નથી. દાહોદ જિલ્લામાં અગાઉ પણ અનેક શાળાઓમાંથી એવા વિડીયો સામે આવ્યા હતા, જેમાં વિધાર્થીઓને વર્ગખંડ અને શાળા પરિસરની સાફસફાઈ કરાવતા જોવા મળ્યા હતા. છતાંય, અત્યાર સુધી આવા કિસ્સાઓમાં કોઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. પરિણામે શિક્ષકોની બેદરકારી અને શિક્ષણ વિભાગની ઉદાસીનતા ફરી સામે આવી રહી છે.

દેવગઢ બારિયા તાલુકાના સિંગેડી ગામના કુવા ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં નાના વિધાર્થીઓને ઝાડૂ લઈને શાળાના પરિસરમાં સાફસફાઈ કરતા જોવા મળે છે. શાળામાં અભ્યાસ માટે આવતાં નાનકડા બાળકો પાસેથી શિક્ષકોએ ભણતર બદલે સફાઈ કામ કરાવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. શાળાઓ બાળકોના શિક્ષણ માટે છે, સફાઈ માટે નહીં. બાળકો પાસેથી આ પ્રકારની મજૂરી કરાવવી શિક્ષણના હક્કનું ઉલ્લંઘન ગણાય છે. આ ઘટના બાદ જિલ્લા શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારની શૈક્ષણિક નીતિઓ પર અનેક સવાલો ઊભા થયા છે.

(4:33 PM IST)