News of Tuesday, 14th October 2025
સુરતમાં ડુપ્લીકેટ કોસ્મેટીક ચીઝ વસ્તુઓને બનાવી ઈ-કોમર્સ વેબસાઈટ ઉપર વેચાણ કરતા પિતા અને તેના બે પુત્રોને પુણા તથા એલસીબી ઝોન-1ની ટીમે ઝડપી પાડ્યા : 12.03 લાખનો મુદામાલ જપ્ત
કોસ્મેટીક ચીજ વસ્તુઓનું રો મટિરીયલ બહારથી લાવી તેને પોતે અલગ અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી પ્લાસ્ટિકની નાની મોટી બોટલોમાં રો મટીરીયલ ભરી તે બોટલોનુ વેચાણ કરતા

સુરત તા.૧૪ :સુરતમાં ડુપ્લીકેટ કોસ્મેટીક ચીઝ વસ્તુઓને બનાવી ઈ-કોમર્સ વેબસાઈટ ઉપર વેચાણ કરતા પિતા અને તેના બે પુત્રોને પુણા તથા એલસીબી ઝોન-1ની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે 21.03 લાખનો મુદામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં શહેરમાં પુણા પોલીસ અને ઝોન-1 એલસીબીની ટીમે પુણાગામ સ્થિત રંગ અવધૂત સોસાયટી ખાતે આવેલા ગોડાઉનમાં રેડ કરી હતી. જ્યાંથી ડુપ્લીકેટ કોસ્મેટીક વસ્તુઓનું ગોડાઉન મળી આવ્યું હતું. પોલીસે 11,78,860 રૂપિયાની કિંમતની ડુપ્લીકેટ કોસ્મેટીક વસ્તુઓ તથા કોમ્પ્યુટર તથા પ્રિન્ટર મળી કુલ 12,03,860 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં પોલીસે બાબુ ઉકા ચૌહાણ (ઉ.વ.54), તેમના પુત્ર નિરલ (ઉ.વ. 27) અને સિદ્ધાર્થ (ઉ.વ.22)ને ઝડપી પાડ્યા હતા. આ મામલે પુણા પોલીસ મથકમાં જાણવા જોગ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કોસ્મેટીક ચીજ વસ્તુઓનું રો મટિરીયલ બહારથી લાવી તેને પોતે અલગ અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી પ્લાસ્ટિકની નાની મોટી બોટલોમાં રો મટીરીયલ ભરી તે બોટલોને ઓનલાઈન ઈ કોમર્સ એપ્લીકેશન મારફતે વેચાણ કરવામાં આવતું હતું.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
