<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર, વાધજીપુર ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન ....

મહોત્સવને વડાપ્રધાનશ્રીએ શુભ સંદેશ પાઠવ્યો... આમ જનતા માટે વ્યસનમુક્તિ અને સંસ્કાર કેન્દ્ર ખુલ્લું મુકાયું.....

"શ્રી ગ્રંથરત્ન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ" ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ચાર દિવસીય યોજાયેલ મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર, વાધજીપુર ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા -  નવનિર્માણ મહોત્સવ સંપન્ન થયો તથા આમ જનતા માટે વ્યસનમુક્તિ - સંસ્કાર કેન્દ્ર પણ ખુલ્લું મુકાયું હતું. 

મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ મહોત્સવને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભ સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ધર્મચિંતન અને સમાજસેવા દ્વારા માનવજીવનના પરિવર્તન માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. મંદિર સ્થાપનની સાથે વ્યસનમુક્તિની ઝુંબેશ અને શિક્ષણ પ્રસાર સાથે સમાજ સેવાના સત્કાર્યો અને સદ્ વિચાર સમાજ માટે સદૈવ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે.

આ મંગલકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશિર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, જે મનુષ્યના જીવનમાં સત્સંગ, સંસ્કાર અને શિક્ષણ હશે તે ઉન્નત જીવન માણી શકશે. 

મહોત્સવમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, સાંસદ શ્રી રાજપાલ સિંહ, ડો. જશવંતસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહીંઆ, IAS, ડી.પી.ઓ શ્રી વિરલકુમાર વિગેરે મહાનુભાવો ઉપરાંત ઘણી મોટી સંખ્યામાં હરિભક્તોનો સમુહ ઉપસ્થિત રહ્યો હતો.

મહંત સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી

 

(6:53 PM IST)