<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

પોલીસે લોકોને ઘરમાં ઘૂસીને કેમ માર્યા? : કડદાબાજોના સમર્થનમાં આખી ભાજપ ઉતરી આવી: ગોપાલ ઈટાલીયા

ભાજપના નેતાઓના કહેવાથી કડદાબાજોના સમર્થનમાં અને ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા.

બોટાદના હડદડ ગામ મુદ્દે ભાજપ સરકારના મંત્રીના નિવેદન પર AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વળતો પ્રહાર કર્યો છે,. મંત્રી ઋષિકેશભાઇના કહેવા પ્રમાણે જો સભામાં સ્થાનિક માણસો ન હતા તો પોલીસે લોકોને ઘરમાં ઘૂસીને કેમ માર્યા? કડદાબાજોના સમર્થનમાં આજે આખી ભાજપ ઉતરી આવી છે. મુખ્યમંત્રી, કૃષિ મંત્રી, ગૃહમંત્રી કડદા ઉપર શા માટે નિવેદન નથી આપતા ? આમ આદમી પાર્ટી કડદો કરનારાના વિરોધમાં લડાઈ લડી રહી છે. ભાજપના નેતાઓના કહેવાથી કડદાબાજોના સમર્થનમાં અને ખેડૂતોના વિરોધમાં પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના સેલ છોડ્યા હતા  

(6:53 PM IST)