તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Tuesday, 14th October 2025
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવી TET-1 પરીક્ષાનું નોટિફિકેશન જાહેર
પ્રાથમિક શાળાના શિક્ષકો માટેની આ અગત્યની પરીક્ષાની તારીખો અને ફોર્મ ભરવાની પ્રક્રિયાની વિગતો જાહેર થતાં ઉમેદવારોમાં ઉત્સાહ

અમદાવાદ :રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવી TET-1 પરીક્ષાનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રાથમિક શાળાના શિક્ષકો માટેની આ અગત્યની પરીક્ષાની તારીખો અને ફોર્મ ભરવાની પ્રક્રિયાની વિગતો જાહેર થતાં ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જાહેરનામા મુજબ, આ ભરતી પરીક્ષા 14 ડિસેમ્બર, 2024 ના રોજ યોજાય તેવી સંભાવના છે. ઉમેદવારોએ આ તારીખને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. અરજી પ્રક્રિયાની મહત્વની તારીખો, ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ, 29 ઓક્ટોબર, 2024, ઓનલાઈન ફોર્મ ભરવાની અંતિમ તારીખ, 12 નવેમ્બર, 2024. રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, ઉમેદવારો 29 ઓક્ટોબરથી લઈને 12 નવેમ્બર દરમિયાન સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાના ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ છેલ્લી ઘડીની ધમાલ ટાળવા માટે સમયસર અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવી હિતાવહ છે.
આ TET-1 પરીક્ષા પ્રાથમિક વિભાગ (ધોરણ 1 થી 5) માં શિક્ષક બનવા માટેની લાયકાત પૂરી પાડશે. લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ નોટિફિકેશન એક મોટી તક લઈને આવ્યું છે. બોર્ડે ઉમેદવારોને જાહેરનામામાં દર્શાવેલ તમામ નિયમો, લાયકાતના ધોરણો અને અભ્યાસક્રમની વિગતો ધ્યાનપૂર્વક વાંચી લેવા અનુરોધ કર્યો છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
