News of Tuesday, 14th October 2025
ફોન કરી બોલાવવા છતા કોર્પોરેટરો ગેરહાજર: અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ બગડ્યા
અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલના સ્વાગત માટે ભાજપે બોલાવેલી બેઠકમાં, કોર્પોરેટરો હાજર ના રહેતા સાસંદ દિનેશ મકવાણાએ ખખડાવી નાખ્યા

અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલના સ્વાગત માટે ભાજપે બોલાવેલી બેઠકમાં, કોર્પોરેટરો હાજર ના રહેતા, અમદાવાદ પૂર્વના સાસંદ દિનેશ મકવાણા બગડ્યા હતા. મનપાની ચૂંટણી માથે છે આવા સમયે કોર્પોરેટરો પક્ષની બેઠકમાં હાજર ના રહે તે ઉચિત ના કહેવાય તેવો સૂર મકવાણાએ કાઢ્યો હતો. આ સમયે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. મનપાની ચૂંટણી આવી રહી છે અને કોર્પોરેટરો બેઠકમાં હાજર ન રહે તે યોગ્ય નથી, તમને ફોન કરીએ છતાં હાજર નથી રહેતા, કોર્પોરેટરે જવાબદારી સમજી હાજર રહેવું જોઈએ તેમ દિનેશ મકવાણાએ કહ્યું હતું
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
