News of Tuesday, 14th October 2025
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા દિવાળી પહેલા સંગઠનમાં મોટા ફેરફાર : અમદાવાદ જિલ્લાના 6 શહેર પ્રમુખની નિમણૂક
સાણંદ, વિરમગામ, બાવળા, બારેજા, ધોળકા અને ધંધુકાના નવા શહેર પ્રમુખના નામની જાહેરાત

અમદાવાદના સંગઠનમાં ગુજરાત કોંગ્રેસે દિવાળી પહેલા સંગઠનમાં ફેરફાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આજ રોજ (14 ઓક્ટોબર) અમદાવાદ જિલ્લાના 6 શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાં સાણંદ, વિરમગામ, બાવળા, બારેજા, ધોળકા અને ધંધુકાના નવા શહેર પ્રમુખના નામની જાહેરાત કરાઈ છે.
જેમાં સાણંદ શહેર પ્રમુખ તરીકે શક્તિસિંહ ઝાલા, બાવળા શહેર પ્રમુખ તરીકે રાકેશ ભરવાડ, બારેજા શહેર પ્રમુખ તરીકે અજીત ઠાકોર, વિરમગામ શહેર પ્રમુખ તરીકે સુધીર રાવલ, ધોળકા શહેર પ્રમુખ તરીકે દિનેશ મકવાણા અને ધંધુકા શહેર પ્રમુખ તરીકે દેવાભાઈ ઠાકોરની નિમણૂક કરાઈ છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
