<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

સંસ્‍કારી અને કલાનગરી વડોદરામાં જગદીશ વિશ્વકર્માનું જાજરમાન અભિવાદનઃ ભુપેન્‍દ્રભાઇની ઉપસ્‍થિતિ

રાજકોટ : પ્રદેશ ભાજપના નવનિયુકત અધ્‍યક્ષ જગદીશ વિશ્વકર્માનું ગઇકાલે વડોદરામાં જાજરમાન સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જગદીશ વિશ્વકર્માએ જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્‍થિતિમાં સંસ્‍કારી અને કલા નગરી વડોદરા ખાતે મહાનગર અને જિલ્લા દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં સૌ કાર્યકર્તાઓ દ્વારા મળેલા અભૂતપૂર્વ સ્‍નેહ અને સમર્થન બદલ હું હૃદયપૂર્વક અભારી છું. આ તકે મહાનગરના અધ્‍યક્ષ ડો. જયપ્રકાશભાઇ સોની, જિલ્લા અધ્‍યક્ષ રસિકભાઇ પ્રજાપતિ, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, વિધાનસભાના મુખ્‍ય દંડક બાલકૃષ્‍ણભાઇ શુકલ, સાંસદ ડો. હેમાંગભાઇ જોષી, મેયર શ્રીમતી પિન્‍કીબેન સોની સહિત તમામ હોદેદારો, ધારાસભ્‍યો અને વિશાળ સંખ્‍યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતાં. 

(11:31 AM IST)