<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

અમદાવાદના રામોલમાં વેપારીઓનું કરોડો રુપિયાનું ફુલેકુ ફેરવનાર ઝડપાયો

રોકાણ કરીને ઊંચું વળતર આપવાના નામેં કરી હતી છેતરપીંડી: મહેશ ઝાગડાં નામના આરોપીની પોલીસે કરી ધરપકડ

અમદાવાદના રામોલમાં વેપારીઓનું કરોડો રુપિયાનું ફુલેકુ ફેરવનાર ઝડપાયો છે. રોકાણ કરીને ઊંચું વળતર આપવાના નામેં છેતરપીંડી કરી હતી. મહેશ ઝાગડાં નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. થોડા સમય પહેલા આરોપી ગૂમ થયો હતો, બાદમાં આરોપીની પત્નીએ ગુમ થવાની ફરિયાદ નોંધાવતા આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો 

  . ભોગ બનનાર વેપારીઓને જાણ થતાં પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને  ઠગાઈને લઈને રજુઆત કરતા પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધ્યો હતો  વસ્ત્રાલ-અમરાઈવાડી-ઓઢવ-બાપુનગર-હાટકેશ્વર-ખોખરા-મણિનગરના અનેક વેપારીઓ સાથે ઠગાઈ કરી હતી . આરોપીએ જૈન સમાજના તમામ લોકોને લઈને એક વીસી સ્કીમ શરૂ કરી હતી. જેના વડે ઠગાઈ આચરી હતી

(7:29 PM IST)