News of Wednesday, 15th October 2025
સુરતના પુણા ગોડાદરા રોડ પર ભીષણ આગ ભભૂકી :ફાયર વિભાગે મેજર કોલ કર્યો જાહેર
ગાદલાના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બનતા જ આસપાસમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો: આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

સુરતના પુણા ગોડાદરા રોડ પર આગ લાગવાની ઘટના બની છે. ગોડાદરા રોડ પર આવેલા ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ગોડાઉનમાં આગ લાગ્યા હોવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને 15થી વધુ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.
સ્થિતિને જોતા જ તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. જો કે ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પણ આગના કારણે માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગનો બનાવ કયા કારણોસર બન્યો છે તે પણ અત્યાર સુધી જાણી શકાયું નથી, ફાયરની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવી લીધા બાદ જાણી શકાશે કે કયા કારણથી ગાદલાના ગોડાઉનમાં આ ભીષણ આગ લાગી છે. ગાદલાના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બનતા જ આસપાસમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા છે. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને ઘટનાસ્થળની આસપાસ આવી પહોંચેલા લોકોને દૂર કરવાની કામગીરી કરી રહી છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
