<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

એસ.ટી. બસોની ૯.૧૫ કરોડની ૩.૦૫ લાખ ટિકિટ એડવાન્‍સમાં બુક થઇ

તહેવાર મનાવવા વતન જવા, પર્યટન સ્‍થળો માટે ભારે ઉત્‍સુકતા ઓનલાઇન બુકિગમાં ૨૫%નો વધારો નોંધાયો, એકસ્‍ટ્રા બસો દોડાવાશે

અમદાવાદ તતા.૧૬: દિવાળીના તહેવારોને લઈને ગુજરાત સ્‍ટેટ રોડ ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન માટે આ વર્ષ રેકોર્ડબેક સાબિત થઇ રહ્યું છે. તા. ૧૭થી ૨૫ ઓક્‍ટોબર દરમિયાન ૩.૫ લાખથી વધુ ટિકિટો ઓનલાઈન અને ઓફલાઇન એડવાન્‍સમાં બુક થઇ ગઇ છે. જેના થકી એસ.ટી.નિગમને ૪.૧૫ કરોડની જંગી આવક થવા પામી છે. એસ.ટી.ની વોલ્‍વો, ગુર્જર નગરી અને સુપરલકઝરી બસમાં દિવાળી ટાણે ઓનલાઈન બુકિગમાં ૨૫% નો વધારો નોંધાયો છે.

મુસાફરોના અતિભારે ધસારાને લઈને તમામ મુખ્‍ય ટર્મિનલો પર પ્રવાસી માર્ગદર્શન કેન્‍દ્રો, લોસ્‍ટ એન્‍ડ ફાઉન્‍ડ ડેરી અને વધારાની સુરક્ષા વ્‍યવસ્‍થા કરાઈ છે. દરેક ડેપોમાં ૨૪ કલાક રિઝર્થ ડ્રાઇવર અને ટેકનિકલ ટીમ તૈયાર રખાઈ છે. દિવાળી, નૂતનવર્ષ અને ભાઈબીજના અવસર પર લોકો પરિવાર સાથે વતનમાં, ફરવા જતા હોય છે. લોકો, દ્વારકા, સોમનાથ, અંબાજી, સાપુતારા, પોળોના જંગલ, ગીર, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અને માઉન્‍ટ આબુના સ્‍થળોની બસોમાં અત્‍યારથી જ સીટો ફૂલ થઈ ગઈ છે. આ રૂટો પર વધારાની બસો મૂકવામાં આવશે. અમદાવાદથી સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત માટે વધારાની બસો મુકવામાં આવી છે. દિવાળીમાં વતન જવા માંગતા લોકો માટે રોજની ૨૫૦થી વધારે એકસ્‍ટ્રા બસો દોડાવવાનું આયોજન છે.

(11:49 AM IST)