News of Thursday, 16th October 2025
સાવધાન સોના ચાંદીના ભાવો વધતા હવે રીઢા અપરાધીઓએ ચોરી અને લૂંટમાં દાગીનાઓ તફડાવવા પરજ ભાર મુકયાનું ચોંકાવનારું તારણ
બહેનોને અતિપ્રિય એવી આ કિમતી ધાતુના ભાવ આસમાનને આંબી જતા તસ્કરોએ અહીં જ ધ્યાન કેન્દ્રિત કર્યાનુ બહાર આવતા દીપોત્સવી તહેવારો હોળીમાં ન ફેરવાઈ તે માટે તંત્ર ઊંધા માથે દિવાળીમાં બહાર ફરવા જાવ ત્યારે દાગીના ઘેર ન રાખવા cid વડા ડો.કે.એલએન.રાવની સૂચનાથી એડવાયઝરી જાહેર કરવામાં આવી સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા પોલીસ તંત્રને એલર્ટ મોડમાં મુકાયુ તસ્કરો નકલી પોલીસ બની દાગીના અથવા દાગીના ખરીદવા મોટી રકમ ન લૂંટે તે માટે પોલીસને એલર્ટ મોડમાં મૂકી, લોકોને પણ નકલી પોલીસથી સાવચેત રહેવાના સંદેશ આપ્યા અમદાવાદસીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, વડોદરા સીપી નરસિંહમા કોમાર જેવા ગુનેગારોની mo થી પરિચિત અધિકારીઓ દ્વારા રણનીતિ તૈયાર, રાજકોટ સીપી બ્રજેશ ઝા દ્વારા સોની બજાર, પેલેસ રોડ સહિત ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. અનુભવી ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા ટીમને વિશેષ જવાબદારીઓ સોંપાઈ

અમદાવાદ, તા.૧૬: આજ રીતે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક તથા વડોદરા પોલીસ કમિશનર દ્વારા પણ આ બાબત કેન્દ્રમાં રાખી ટ્રાફિક મેનેજનેન્ટ સાથે સંબંધિત પોલીસ મથકો અને ક્રાઈમ બ્રાન્ચને પણ વિશેષ રણનીતિ અંતર્ગત મેદાને ઉતારી છે. રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા બજારો અંગેની માહિતી આધારે સોની બજાર અને પેલેસ રોડ સહિતના વિસ્તારમાં ટ્રાફિક મેનેજમેન્ટ સાથે સાવધાની રાખવા પોલીસ પેટ્રોલિંગ વધાર્યું છે.
રાજકોટ શહેરના અનુભવી એવા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા ટીમને તેમના રાજકોટ શહેરના લાંબા અનુભવ આધારે વિશેષ જવાબદારી સોંપી છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
