તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 16th October 2025
ડીજીટલ એરેસ્ટ ગેંગ, હનીટ્રેપ અને ડ્રગ્સ માફિયાઓ ઉપર તૂટી પડો
ગુજરાતના ટોચના અધિકારીની સુરેન્દ્રનગરમાં યોજાયેલ બેઠકમાં મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયનો રણટંકાર : જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, નરસિંહમા કોમાર, અનુપમસિંહ ગેહલોત, બ્રજેશ ઝા, અશોક કુમાર યાદવની ઉપસ્થિતિમાં ડ્રગ્સ માફિયાઓ વિરૂદ્ધ રણનીતિ તૈયાર

રાજકોટ, તા.૧૬: ડિજિટલ એરેસ્ટ , સાયબર ક્રાઇમના વધતા જતા અપરાધો સામે રાજ્ય સરકારે સ્પેશ્યલ યુનિટ બનાવ્યું છે, આની સાથે ગુજરાતભરના જવાબદાર અધિકારીઓએ પણ લોકોની ફરિયાદ પરત્વે ખાસ ધ્યાન આપી તેમને સત્વરે મદદરૂપ બની માર્ગદર્શન મળી રહે તેવી જવાબદારી તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ અને જિલ્લા પોલીસ અધિક્ષકો નિભાવે તેવી તાકીદ આજે રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવી હતી.
પોલીસના નામે કોઈ મોટા વિવાદ નથાય તે જોવા અને લોકોની ફરિયાદ પરત્વે તાકીદે પગલાંઓ ભરવામાં આવે તે જવાબદારી પણ સંબંધકર્તા ઉચ્ચ અધિકારીની રહશે તેમ સરકારની પ્રજાલક્ષી નીતિ અંતર્ગત જણાવ્યું હતું.
દીપોત્સવી તહેવારો અંતર્ગત ટ્રાફિક મેનેજમેન્ટ ખોરવાઈ નહીં અને જયા સતત ભીડ રહે છે, તેવા સ્થળે વધારાના ટ્રાફિક પોલિસ મુકી ટ્રાફિક કન્ટ્રોલ કરવા સાથે ગુનાહિત પ્રવળતિઓ પણ અટકાવી શકાય તેમ જણાવેલ.
હનીટ્રેપ મામલે જે રીતે બનાવો વધતા જાય છે અને તેમાં સાઉથ ગુજરાતમાં વધતા બનાવો અને સૌરાષ્ટ વિસ્તારની ચોક્કસ ગેંગી સક્રિય હોય તે કેન્દ્રમાં રાખી પગલાંઓ લેવડાવવા જોઈએ.
નો ડ્રગ્સ ઈન ગુજરાત અભિયાન પૂર જોશમાં ચાલવું જોઈએ, આ માટે સાગર કાંઠા, રેઢા ટાપુઓ વિગેરે માટે સુરક્ષા વ્યવસ્થા અમલી બનાવવી જોઈએ.
ઉકત બેઠકમાં અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, વડોદરા પોલીસ કમિશનર નરસિંહમા કોમાર, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જાય આ કાર્યક્રમ યોજાયેલ તેવા સુરેન્દ્રનગર જેમની અંડરમાં આવે છે તેવા રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવ, એસપી પ્રેમ સુખ ડેલુ વિગેરે ઉપસ્થિત રહી અદભુત વ્યવસ્થા ગોઠવી હતી.(૨૩.૨૮)
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
