<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શકયતા :હવામાન વિભાગની આગાહી

કમોસમી આફતના કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે : છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે

અમદાવાદ :  શુક્રવારથી દિવાળીની તહેવારની શરૂઆત થઇ જશે. ત્યારે હવામાન વિભાગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરી છે. કમોસમી આફતના કારણે ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે. ગુજરાતમાંથી વરસાદે લગભગ વિરામ લીધો છે. પરંતુ હજુ પણ સત્તાવાર રીતે ચોમાસાની વિદાય થઇ નથી. ત્યારે મેઘરાજા છેલ્લે છેલ્લે રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ કરી શકે છે. 

  રાજ્યમાં શુક્રવારે જિલ્લાઓ જેવા કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી સંઘપ્રદેશમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત, ભરુચ. ડાંગ,નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ સુધી 17 તારીખે હળવો વરસાદ પડી શકે છે. મુંબઈમાં પણ આ દિવસોમાં વરસાદ થવાની શક્યતા છે

(7:23 PM IST)