<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

વિસનગરમાં ફટાકડાના સ્ટોલ બંધ કરાવતા વિવાદ સર્જાયો: તહેવાર ટાણે ધંધા-રોજગાર બંધ થતાં વેપારીઓમાં આક્રોશ

નિયત રકમ ચૂકવી હોવા છતાં સ્ટોલ બંધ કરાવ્યાનો અને કોર્પોરેટરો અને મોટા વેપારીની દુકાનો બંધ ન કરાવી હોવાનો વેપારીઓનો આક્ષેપ

મહેસાણાના વિસનગરમાં ફટાકડાના સ્ટોલ મામલે વિવાદ સર્જાયો છે. પાલિકાએ ફટાકડાના સ્ટોલ બંધ કરાવતા વિવાદ સર્જાયો છે. નાના વેપારીના ફટાકડાના સ્ટોલ જ બંધ કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

નિયત રકમ ચૂકવી હોવા છતાં સ્ટોલ બંધ કરાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોર્પોરેટરો અને મોટા વેપારીની દુકાનો બંધ ન કરાવી હોવાનું વેપારીઓનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તહેવાર ટાણે ધંધા-રોજગાર બંધ થતાં વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. કાર્યવાહીમાં ભેદભાવ રાખ્યાનો વિસનગર પાલિકા પર આરોપ લગાવ્યો છે.

(12:24 AM IST)