<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

સવારે ૯.૫૫ સુધીમાં ૧૩ નામો જાહેર: છ રીપીટ

લવિંગજી ઠાકોર ઉપરાંત સીજે ચાવડા અને રાકેશ પટેલને પણ નિમંત્રણ મળ્યું. કુલ ૧૪ ધારાસભ્યોને પ્રધાનપદા માટે નિમંત્રણ મળી ચૂક્યા છે. લવિંગજી સવારથી જ કહી રહ્યા હતા કે તેમનું નામ નિશ્ચિત છે.

અત્યારે ૧૦.૩૦ વાગ્યે બધા જ નવા પ્રધાનોને કમલમ ખાતે બોલાવવામાં આવ્યા છે.

આમ લવિંગજી ઠાકોર, સીજે ચાવડા, રાકેશ પટેલ ઉપરાંત હર્ષ સંઘવી, પરસોતમ સોલંકી, કુવરજીભાઈ બાવળીયા, પાનસુરીયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, પ્રદ્યુમન વાજા,  બળવંતસિંહ રાજપુત, સંગીતા પાટીલ, અરવિંદ રાણાને પણ નિમંત્રણ મળી ચૂક્યા છે. કુમાર કાનાણીના નામ અંગે હજી સત્તાવાર વિગતો મળતી નથી.

(10:10 AM IST)