<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

દીપાવલી પર્વ વેળાએ દક્ષિણ ગુજરાતમાં ૧.૫ ઇંચઃ સંઘ પ્રદેશના સેલવાસમાં વીજળી પડતા છઠ્ઠ પુજાની તૈયારી કરી રહેલ માતા અને પુત્રીના કરૂણ મોત , એક મહીલા ગંભીર

ડાંગર સહિતના પાકોને નુકસાનની ભીતિ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : દીપાવલી પર્વ ના આરંભ થઈ રહ્યો છે ત્‍યારે પણ મેદ્યરાજા દક્ષિણ ગુજરાતમાં જાણે કહેર વરસાવી રહ્યા છે. હવામાન ખાતા ની ભારે વરસાદ ની આગાહી વચ્‍ચે મેદ્યરાજા દક્ષિણ ગુજરાત ના અનેક વિસ્‍તારોમાં ભારે વરસાદ તૂટી પડ્‍યો હતો, જેની સાથે રાજય માં સીઝન નો કુલ સરેરાશ વરસાદ ૧૧૮.૧૯% નોંધાયો છે.

આ પાછોતરા વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગર જેવા પાકો ને નુકસાન થવાની ભીતિ ને પગલે ખેડૂતો ચિંતા માં મુકાયા છે.

ગઈકાલે સાંજે કાળા ડીબાંગ વાદળો ની ફોજ સાથે, વીજળીના કડાકા ભડાકા વચ્‍ચે, ભારે પવન ના સથવારે અહીં ના અનેક વિસ્‍તારોમા  વરસાદ તૂટી પડ્‍યો હતો, જેમાં સંદ્ય પ્રદેશ ના સેલવાસ માં પિપરિયા ખાડી કિનારે છઠ્ઠ પુજાની તૈયારી કરી રહેલ મમતા બેન   ( ઉંમર વર્ષ ૪૦ ) નામ ની મહિલા અને તેમની દીકરી સંતોષ કુમારી ( ઉંમર વર્ષ  ૧૨ ) પર અચાનક વીજળી પડતા ગંભીર રીતે દાઝી જતા તેમને હોસ્‍પિટલ માં ખસેડેલ હતા પરંતુ હોસ્‍પિટલ પહોંચે તે પહેલા જ બંને ના કરૂણ મોત નીપજયા હતા, આ સાથે અન્‍ય એક મહીલા ઉપર પણ વીજળી પડતા તેમને પણ હોસ્‍પિટલ માં ખસેડેલ છે જયાં તેમની હાલત ગંભીર હોવા નુ કહેવામાં આવે છે, આ બનાવ ને પગલે સમગ્ર પંથક માં અરેરાટી વ્‍યાપી ગઈ છે.

ફ્‌લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો ડોલવણ ૩૯ મીમી, ગણદેવી ૩૦ મીમી, વાપી ૨૬ મીમી, વદ્યઇ ૨૪ મીમી, વાંસદા ૨૧ મીમી, વરસાદ નોંધાયો છે, આ સાથે દક્ષિણ ગુજરાત માં સીઝન નો કુલ સરેરાશ વરસાદ ૧૨૩.૫૦% નોંધાયો છે. 

(11:00 AM IST)