<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

બિહાર ચૂંટણી બાદ કપ્તાન પણ બદલાશે:રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવનારઓને કહ્યાગ્રા નેતાઓ ગમે છે :અમિત ચાવડાના પ્રહાર

વિકાસ સપ્તાહની ઉજવણી કર્યા પછી ખબર પડી કે સરકારનો વહીવટ ખાડે ગયો છે.ચહેરા બદલવાથી પાપ ધોવાઈ જતા નથી. મંત્રીમંડળના ફેરફારથી જનતાને કોઈ ફાયદો નથી થવાનો

અમદાવાદ : ગુજરાતમાં નવા મંત્રીમંડળને લઈને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે. નાયબ મુખ્યમંત્રીની જાહેરાત થઈ છે ત્યારે ચર્ચા છે કે બિહાર ચૂંટણી બાદ કપ્તાન પણ બદલાશે તેમ અમિત ચાવડાએ કહ્યું છે. ભાજપ સરકારમાં મંત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા. 50 ટકા મંત્રીઓ પડતા મુક્યા એનો મતલબ સીએમની આ નિષ્ફળ ટિમ હતી. 

  અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે આખી સરકાર પોલિસી પેરાલીસીસથી પીડિત છે. સમાજમાં નામ છે અને કહ્યાગ્રા નથી એવા જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓને પડતા મુક્યા છે.રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવનાર નેતાઓને કહ્યાગ્રા નેતાઓ ગમે છે. વિકાસ સપ્તાહની ઉજવણી કર્યા પછી ખબર પડી કે સરકારનો વહીવટ ખાડે ગયો છે. ચહેરા બદલવાથી પાપ ધોવાઈ જતા નથી. મંત્રીમંડળના ફેરફારથી જનતાને કોઈ ફાયદો થવાનો નથી

(6:36 PM IST)