<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ગાંધીનગરના દહેગામની ઝાક GIDCમાં વીજ કરંટ લાગતા બે શ્રમિકોના મોત: અન્ય એક શ્રમિક ઘાયલ

એક શ્રમિકને કરંટ લાગતા બચાવવા ગયેલા અન્ય શ્રમિકને પણ કરંટ લાગ્યો:લાયનર બનાવતી કંપની જય ગોગા એન્ટરપ્રાઈઝમાં દુર્ઘટના

ગાંધીનગરના દહેગામની ઝાક GIDCમાં વીજ કરંટ લાગતા બેના મોત થયા છે. એક શ્રમિકને કરંટ લાગતા બચાવવા ગયેલા અન્ય શ્રમિકને પણ કરંટ લાગ્યો. લાયનર બનાવતી કંપની જય ગોગા એન્ટરપ્રાઈઝમાં દુર્ઘટના બની. શ્રમિકો કંપનીના બીજા માળેથી લોખંડનો ખાટલો લઈ જઈ રહ્યા હતા. વીજળીના તાર સાથે લોખંડનો ખાટલો અથડાતા વીજ કરંટ લાગ્યો હતો. એક શ્રમિક બેભાન થતા અન્ય શ્રમિક બચાવવા આવ્યો હતો. બન્ને શ્રમિકના સ્થળ પર જ મોત, અન્ય એક શ્રમિક ઘાયલ થયો છે. પોલીસ અને વીજ વિભાગે આગળની તપાસ શરૂ કરી છે.

(6:47 PM IST)