<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ગુજરાતના નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક પૂર્ણ :કાલે તમામ મંત્રીઓ પોતાનો પદભાર સંભાળશે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી

ગાંધીનગર : આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારની નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક પૂર્ણ થઇ છે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી આ કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરાશે, આવતીકાલે શનિવારે તમામ મંત્રીઓ પદભાર સંભાળશે. 

શપથવિધિ પછી તરત જ મળેલી નવી કેબિનેટની પહેલી બેઠકમાં તમામ મંત્રીઓને તેમના ખાતા ફાળવવામાં આવ્યા છે. તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે.

 આજે નવા મંત્રીમંડળ માટે 26 મંત્રીના નામ જાહેર થઈ ગયા હતા. ત્યાર પછી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહમાં કુલ 21 મંત્રીએ શપથ લીધા હતા. ઋષિકેશ પટેલ (વીસનગર), કુંવરજીભાઈ  બાવળિયા (જસદણ), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) અને કનુ દેસાઈ (પારડી)એ શપથ લીધા ન હતા કારણ કે, તેમનો મંત્રીપદનો દરજ્જો યથાવત્ રાખવાનું નક્કી હતું. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે બઢતી આપવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેબિનેટ કક્ષાના 8, રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) 3 અને રાજ્ય કક્ષાના 13 મંત્રીનો સમાવેશ થાય છે. 

  ગુજરાતના નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. હવે ટૂંક સમયમાં મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવશે. બીજી તરફ ગુજરાત સચિવાલયમાં રાજકીય ફેરફારની શરૂઆત થઈ ચૂકી છે. હાલ મંત્રીઓની નેમ પ્લેટ બદલાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં કુંવરજી બાવળિયા અને કનુ દેસાઈની નેમ પ્લેટ હટાવાઈ હોવાની માહિતી મળી રહી છે. ખાતા ફાળવણી બાદ નવી નેમ પ્લેટ લગાવવામાં આવશે.

(7:04 PM IST)