News of Saturday, 18th October 2025
રાજ્યના નવા મંત્રીમંડળની રચનામાં મુખ્યમંત્રી દ્વારા મહિલા સશક્તિકરણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત
મહિલા નેતાઓમાં દર્શના વાઘેલા, રીવાબા જાડેજા, અને મનીષા વકીલનો મંત્રીમંડળમાં સમાવેશ

અમદાવાદ :રાજ્યના નવા મંત્રીમંડળની રચનામાં મુખ્યમંત્રી દ્વારા મહિલા સશક્તિકરણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજ્યની રાજનીતિમાં મહિલાઓના પ્રતિનિધિત્વને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી, આ વખતે મંત્રીમંડળમાં ત્રણ મહિલા ધારાસભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. આ ત્રણેય મહિલા નેતાઓમાં દર્શના વાઘેલા, રીવાબા જાડેજા, અને મનીષા વકીલનો સમાવેશ થાય છે. આ સમાવેશ માત્ર સંખ્યામાં વધારો નથી, પરંતુ વહીવટી પ્રક્રિયા અને નીતિ નિર્ધારણમાં મહિલાઓની ભૂમિકાને વધારે મહત્વ આપવાનો સ્પષ્ટ સંકેત છે.
મંત્રીમંડળમાં મહિલાઓને સ્થાન આપીને મુખ્યમંત્રીએ રાજ્યની મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે આગળ વધવાનો મજબૂત સંદેશ આપ્યો છે. આ મહિલાઓ રાજ્યના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, જે પ્રાદેશિક સંતુલન જાળવવાની સાથે-સાથે વિવિધ સમાજની મહિલાઓના મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે. મનીષા વકીલ જેવા અનુભવી નેતાઓની સાથે રીવાબા જાડેજા અને દર્શના વાઘેલા જેવા નવા અને યુવા ચહેરાઓને તક મળવાથી મંત્રીમંડળમાં અનુભવ અને નવી ઊર્જાનું સંતુલન જળવાશે.
આ નિર્ણયથી ગુજરાતના રાજકારણમાં મહિલાઓનું નેતૃત્વ વધુ પ્રબળ બનશે અને તેઓ રાજ્યના વિકાસલક્ષી કાર્યોમાં સક્રિય ભાગીદારી નોંધાવી શકશે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
