હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતના સૌથી નાની વયના ડે.સી.એમ. બનવાનો નરહરિ અમીનનો વિક્રમ યથાવત
છબીલદાસની સરકારમાં અમીન ૩૯ વર્ષની ઉંમરે નાયબ મુખ્યમંત્રી બનેલાઃ ભાજપ શાસનમાં સૌથી નાની ૪૧ વર્ષની વયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

રાજકોટ તા. ૧૮ :.. ગુજરાત સરકારના મંત્રી મંડળનું ગઇકાલે વિસ્તરણ થતા રાજય કક્ષાના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવી ગૃહ સહિતના વિભાગોમાં હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ ભાજપ શાસનનાં સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી બન્યા છે. ગુજરાતના અત્યાર સુધીના સૌથી નાની ઉંમરના નાયબ મુખ્યમંત્રી બનવાનો શ્રી નરહરિ અમીનનો વિક્રમ યથાવત રહ્યો છે.
શ્રી નરહરિ અમીનનો જન્મ પ જુન ૧૯પપ ના રોજ થયેલ. તેઓ ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪ ના દિવસે ૩૯ વર્ષની છબીલદાસ મહેતાની કોંગ્રેસી સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા હતાં. તે સ્થાન પર ૧૪ માર્ચ ૧૯૯પ સુધી હતાં. હાલ ભાજપના રાજયસભાના સભ્ય છે.
શ્રી હર્ષ સંઘવીનો જન્મ તા. ૮ જાન્યુઆરી ૧૯૮પ ના દિવસે થયેલ. તેઓ ગઇકાલે ૪૧ વર્ષની ઉંમરે શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા છે. રાજય કક્ષાના મંત્રી પદેથી સીધા નાયબ મુખ્યમંત્રી બન્યા હોય તેવી ઘટના કદાચ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
