<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

અમદાવાદમાં દિવાળીના તહેવારની ઉજવણીના અવસરે, જાહેરમાં ફટાકડા ફોડવા અને તેની સંભવિત અસરોને તથા મુસાફરો તેમજ મેટ્રો રેલની સુરક્ષા-સલામતીને ધ્યાનમાં રાખીને ૨૦ મીએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા એક દિવસ માટે મેટ્રો ટ્રેનનો સમય સવારે ૦૬:૨૦ થી સાંજના ૭ વાગ્યા સુધી રાખવા નિર્ણય

છેલ્લી ટ્રેનના પ્રસ્થાનનો સમય દરેક ટર્મિનલ સ્ટેશનથી જેમકે, અમદાવાદ કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમ, એપીએમસી, વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તથા ગાંધીનગર કોરિડોરમાં સચિવાલય અને ગિફ્ટ સિટીથી જાહેર કરાયો

અમદાવાદ તા.૧૮ : હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૦૬:૨૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી કાર્યરત છે.

દિવાળીના તહેવારની ઉજવણીના અવસરે, જાહેરમાં ફટાકડા ફોડવા અને તેની સંભવિત અસરોને તથા મુસાફરો તેમજ મેટ્રો રેલની સુરક્ષા-સલામતીને ધ્યાનમાં રાખીને, તારીખ ૨૦.૧૦.૨૦૨૫ ના રોજ અન્ય મેટ્રો કોર્પોરેશનની જેમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા એક દિવસ માટે મેટ્રો ટ્રેનનો સમય સવારે ૦૬:૨૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીના તહેવાર પર તા. ૨૦.૧૦.૨૦૨૫ ના રોજ છેલ્લી ટ્રેનના પ્રસ્થાનનો સમય દરેક ટર્મિનલ સ્ટેશનથી જેમકે, અમદાવાદ કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમ, એપીએમસી, વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તથા ગાંધીનગર કોરિડોરમાં સચિવાલય અને ગિફ્ટ સિટીથી નીચે મુજબનો રહેશે.

(12:48 PM IST)