News of Saturday, 18th October 2025
રાજ્યભરમાં હાહાકાર મચાવતી સિક્લીગર ગેંગ( સુનીલ પન્નુ) ગેંગ ગુન્હાની સેન્ચુરી ફટકારે તે પહેલા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલી દીધી
સામનો કરતા રોકે તો સામાન્ય લોકો જ નહિ પોલીસ પર પણ હુમલા કરવા માટે આખા ગુજરાતમાં કુખ્યાત ગેંગ પર સીપી નરસિંહમાં કોમાર દ્વારા કાયદાનો કોરડો વીંઝાયો : ૯૬ જેટલા ગુન્હાઓ આચરનાર ગેંગ સામે અનેક વખત પગલા છતાં સુધરવાનું નામ લેતી નથી, ક્રાઇમ બ્રાન્ચે વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા,ઇન્ચાર્જ એસપી ડી. જે.ચાવડાના માર્ગદર્શનમાં પીઆઇ આર.જી.જાડેજા, અને એચ.ડી તુવર ટીમની આકરી કાર્યવાહી

રાજકોટ તા.૧૮: વડોદરા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોરીઓ, લૂંટ સહિતના મિલકત વિરોધી ગુન્હાઓ સહિત પારિવારિક નાતો ધરાવતી ગેંગ સામે અનેક વખત પગલાં છતાં સુધરવાનું નામ ન લેતી જે ગેંગના કુલ ગુન્હામાં સદી ફટકારે તે પહેલા વડોદરાના કાર્યદક્ષ અને પ્રજાના પ્રશ્નો જ જેમના માટે પ્રાથમિકતા છે તેવા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર સમક્ષ લોકો દ્વારા સંખ્યાબંધ રજૂઆતો સંદર્ભે સુનિલ પાલ ગેંગ સામે ગુજસીટોક દાખલ કરી આકરી કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ મારફતે કરાવતા લોકો પોલીસ કમિશ્નરના આ પગલાથી આફ્રિન પોકારી લોકોને આવી દિવાળી ભેટ આપવા બદલ શુભેરછા પાઠવી છે.
આ મહત્વની કામગીરી સીપી દ્વારા ખૂબ એક્ટિવ એવી ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરી તેમનું સુપરવિઝન ક્રાઇમ બ્રાન્ચ વડા લીના પાટીલ, ડીસીપી હિમાંશુ વર્મા અને ઇન્ચાર્જ એસીપી એચ. ડી . ચાવડાને આપેલ. આખી પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય અને ફૂલપ્રૂફ પુરાવાની સાંકળ ગૂંથી શકાય તે માટેની જવાબદારી પોલીસ ઇન્સ્પેક્ટર આર. જી.જાડેજા અને પોલીસ ઇન્સ્પેક્ટર એક.ડી.તુવર દ્વારા સાંભળવામાં આવેલ, જે સારી રીતે પૂર્ણ કરેલ.
પકડાયેલ આરોપી ટોળકીનો ગુનાહીત ઇતિહાસ
આ આરોપી ટોળકી સામે છેલ્લા ૧૦ વર્ષમાં વડોદરા શહેર તથા અન્ય જીલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં લુંટ, રાત્રી ઘરફોડ ચોરી, વાહન ચોરી સહીતના કુલ ગુનાઓ, ગુનાનો પ્રકાર સહીતની નીચે મુજબનીમાહીતી છે.
પકડાયેલ આરોપી ટોળકીનો એકબીજા સાથે સંબધઃ- (૧) આરોપી ભીલસિંગ ટાંકનો આરોપી સુનિલસિંગ બાવરીનો સગામા દાદા થાય છે. (૨) આરોપી ભીલસિંગ ટાંકનો આરોપી રાજાસિંગનો સગામા ભત્રીજો થાય છે. (૩) આરોપી ભીલસિંગ ટાંકનો આરોપી ગુરુમુખસિંગ જુનીનો સગામા દાદા થાય છે. (૪) આરોપી પ્રેમસિંગ ઉર્ફે ભીમા, કુલદિપસિંગ ઉર્ફે સન્ની, અમરસિંગ ઉર્ફે પાપી એકબીજા કૌટુંબીક સગા થાય છે.

(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
