<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

વાવ થરાદના આજાવાડા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના કરૂણ મોત

કેનાલમાં પાણી પીવા ગયા અને પગ લપસ્યો :સ્થાનિક લોકોએ ઘટનાની થરાદ પોલીસ અને ફાયરને જાણ કરી હતી

વાવ થરાદના આજાવાડા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી બે બાળકોના કરૂણ મોત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર કેનાલમાં પાણી પીવા ગયા અને પગ લપસ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થરાદ પોલીસ અને ફાયરને કરી હતી. બંને બાળકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોક્લ્યા છે. દિવાળી પર્વે બે બાળકોના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

 

(6:06 PM IST)