<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

વડોદરામાં મુસાફરોની એસ.ટી. સ્ટેશન પર વતન જવા ઈચ્છતા લોકોની ભારે ભીડ : વધારાની 85 બસ મુકાઈ

પંચમહાલ, ગોધરા અને હાલોલ સહિતના સ્થળે જવા મુસાફરો ઉમટ્યા: દરરોજની 180થી વધારે ટ્રિપ કરાતી હોવા છતાં મુસાફરોની જબરી ભીડ જોવા મળે છે

વડોદરા : દિવાળીના તહેવારની ઉજવણી માટે દરેક લોકો પોતાના વતને જતા હોય છે. ત્યારે વડોદરામાં પણ મુસાફરોની એસ.ટી. સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે. વડોદરાનું બસ સ્ટેશન પર વતન જવા ઈચ્છતા લોકોની ભારે ભીડ જોવા મળી છે. પંચમહાલ, ગોધરા અને હાલોલ સહિતના સ્થળે જવા મુસાફરો ઉમટ્યા છે. તહેવારોને જોતા વધારાની 85 બસ મુકવામાં આવી છે. દરરોજની 180થી વધુ ટ્રિપ છતાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે મોટાભાગના લોકો વતને જાય છે. ત્યારે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. દિવાળીમાં મુસાફરોની ભારે ભીડના કારણે 85 બસ મુકવામાં આવી છે. દરરોજની 180થી વધારે ટ્રિપ કરવામાં આવે છે છતા પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે

(7:29 PM IST)