News of Sunday, 19th October 2025
જો તમે પણ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ પર વાત કરવી બની શકે છે જીવલેણ
અમદાવાદમાં યુકવનો ચમત્કારીક બચાવઃ વીડીયો પાછળ આવતીકારના ડેશકેમમાં કેદ

અમદાવાદઃ શહેરમાં ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવો યુવકને ભારે પડ્યો. મોબાઇલ પર વાત કરતી વખતે અચાનક સંતુલન ગુમાવતા યુવક બાઇક પરથી રોડ પર નીચે પટકાયો હતો. આ ઘટના પાછળથી આવી રહેલી કારના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગઈ હતી. સદનસીબે યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો જીવ બચી ગયો હતો.
ટ્રાફિક પોલીસે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લોકોને સાવચેત રહેવા અને ફરજિયાતપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. પોલીસે યુવાનોને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.વીડિયો પોસ્ટ કરતી વખતે ટ્રાફિક પોલીસે લખ્યું કે, હેલ્મેટ જીવનરક્ષક છે પરંતુ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જીવલેણ સાબિત થઈ શકે છે.
યુવક મોપેડ લઈને જઈ રહ્યો હતો ત્યારે પાછળ જ એક કાર પણ ચાલી રહી હતી. જે કારના ડેશકેમમાં અકસ્માતનો સમગ્ર બનાવ કેદ થયો છે. આ અકસ્માત સર્જાયો ત્યારે કારચાલકે સમયસૂચકતા વાપરી તુરંત જ બ્રેક મારી દેતા અને યુવકે હેલ્મેટ પહેર્યું હોવાના કારણે ચમત્કારિક બચાવ થયો હતો.
(12:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
