<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

સરકારી પોલીટેકનીક-ડીગ્રી એન્‍જીનીયરીંગ કોલેજોનો એડહોડ પ્રોફેસરો હવે કાયમીઃ ગુજરાત સરકારનો મહત્‍વનો નિર્ણય

રાજયમાં વર્ષોથી સેવા આપતા પ૦૦ થીવધુ પ્રોફેસરોની માંગ સ્‍વકારાય

અમદાવાદ: ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે કે રાજ્યની સરકારી પોલીટેક્નિક અને ડીગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં એડહોક તરીકે ફરજ બજાવતા 500થી વધુ પ્રોફેસરોની નોકરી હવે કાયમી ગણાશે. આ નિર્ણયથી વર્ષોથી પોતાની સેવાઓ આપી રહેલા શિક્ષકોના સપનાને સાચી લાગણી મળી છે.

સરકારે જાહેરાત કરી છે કે જીપીએસસી પાસ કરી ચૂકેલા અને હાલ સરકારી કોલેજોમાં પ્રોફેસર તરીકે કાર્યરત એવા શિક્ષકોની એડહોક સેવા હવે નિયમિત ગણાશે. ખાસ કરીને આ સેવાને પેન્શન અને રજા માટે સળંગ સેવા તરીકે પણ માન્યતા આપવામાં આવશે.

આ નિર્ણયનો લાભ રાજ્યની 364 પોલીટેક્નિક કોલેજના અને 216 ડીગ્રી એન્જિનિયરિંગ કોલેજના શિક્ષકોને મળશે. વર્ષો થી આ શિક્ષકો સરકાર સમક્ષ પોતાની નોકરીને કાયમી ગણવામાં આવે તેવી માગણી કરી રહ્યા હતા. હવે સરકારના આ નિર્ણયથી તેમની માંગ સંતોષાઈ છે. શિક્ષણ વિભાગના સૂત્રો જણાવે છે કે આ પગલાથી શિક્ષકોમાં વિશ્વાસ વધશે અને શૈક્ષણિક ગુણવત્તામાં પણ સુધારો થશે.

(3:14 PM IST)