<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

સ્ટેટ મોનિટરિંગ સેલનો ફરી સપાટો:તાપીના ઉચ્છલમાંથી ટ્રકમાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો: એકની ધરપકડ

ટ્રકમાં વડોદરા લઈ જવાતો દારુને બાતમીના આધારે SMCએ ઝડપી પાડ્યો: 41 લાખ 48 હજારનો મુદ્દામાલ જપ્ત :દારૂ મંગાવનાર સહિત બે વોન્ટેડ જાહેર કર્યા

ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે તાપીના ઉચ્છલમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. ઉચ્છલમાંથી ટ્રકમાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. પોલીસને અંધારામાં રાખી મોનિટરિંગ સેલના દરોડા પાડ્યા છે. ટ્રકમાં વડોદરા લઈ જવાતો દારુને બાતમીના આધારે SMCએ ઝડપી પાડ્યો છે. 41 લાખ 48 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SMCની કાર્યવાહીમાં ઉચ્છલ પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે દારૂ મંગાવનાર સહિત બે વોન્ટેડ જાહેર કર્યા છે

 


 

(6:34 PM IST)