News of Sunday, 19th October 2025
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ હેમંતકુમાર પટેલના અંગદાનથી 5 વ્યકિતને મળશે નવજીવન
અંકલેશ્વરના પટેલ પરિવાર અંગદાનના માનવતાવાદી અભિગમથી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને મળશે નવજીવન

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૪૧ વર્ષીય બ્રેઈનડેડ હેમંતકુમાર ધનશુખભાઈ પટેલના લીવર, બે કિડની અને બે આંખોનું દાન: નવી સિવિલ હોસ્પિટલ થકી ૮૧મું અંગદાન. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પટેલ પરિવાર અંગદાનના માનવતાવાદી અભિગમથી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને મળશે નવજીવન અંગદાનથી પતિનું અસ્તિત્વ કોઇના જીવનમાં જીવંત રહેશે: સ્વ.હેમંતભાઈની પત્ની સ્તુતિબેન. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૮૧મું સફળ અંગદાન થયું છે. અંકલેશ્વરના ૪૧ વર્ષીય હેમંતકુમાર ધનશુખભાઈ પટેલના બ્રેઈનડેડ જાહેર થયા બાદ પરિવારજનો દ્વારા હૃદયસ્પર્શી નિર્ણય લઇને લીવર, બે કિડની અને બે આંખોનું દાન કરવામાં આવ્યું છે. જેના પરિણામે પાંચ લોકોને નવજીવન મળશે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
