<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પર બનાસકાંઠામાં યોજાશે યુનિટી માર્ચ પદયાત્રા

શે. જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી પાલનપુર ખાતે સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બેઠક યોજાઈ

બનાસકાંઠામાં સરદાર@૧૫૦ યુનિટી માર્ચ સહિતના કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, યુનિટી માર્ચ પૂર્વે સ્વચ્છતા, વ્યસનમુક્તિ અને યોગ તથા  આરોગ્ય શિબિરનું કરાશે આયોજન. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી પર તેમની અમર વિરાસતને સમર્પિત રાષ્ટ્રવ્યાપી જન અભિયાન યુનિટી માર્ચના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે. જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી પાલનપુર ખાતે સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બેઠક યોજાઈ હતી. 

 



 

(6:45 PM IST)