તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Sunday, 19th October 2025
ગુજરાતમાં બેવડી ઋતુની અસર: કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી: જાણો કેવું રહેશે વાતાવરણ
ગુજરાતમાં 20 થી 22 ઓક્ટોબર દરમિયાન મધ્યમ વરસાદની આગાહી: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે

અમદાવાદ :રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી છે, સવારે અને રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 20 થી 22 ઓક્ટોબર દરમિયાન મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે અને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, નવેમ્બર મહિનાની શરૂઆતમાં ઠંડી જોર પકડવાનું શરૂ કરશે અને ઠંડીનો અહેસાસ શહેરીજનો કરશે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
