News of Monday, 20th October 2025
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો : ઝાલોદના મીરાખેડીમા વરસ્યો વરસાદ
દાહોદ, લીમડી, ફતેપુરા, લીમખેડા, ઝાલોદ , દેવગઢબારીયામા વાદળછાયુ વાતાવરણ સર્જાયું

અમદાવાદ : દિવાળી પર્વની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે.દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, દાહોદ, લીમડી, ફતેપુરા, લીમખેડા, ઝાલોદ , દેવગઢબારીયામા વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે
દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારમા વાદળછાયુ વાતાવરણ તો કેટલાક વિસ્તારમા વરસાદી માહોલ સર્જાયો હતો. ઝાલોદ તાલુકાના મીરાખેડીમા ધીમીધારે વરસાદ વરસ્યો હતો. દાહોદ, લીમડી, ફતેપુરા, લીમખેડા, ઝાલોદ , દેવગઢબારીયામા વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. વાદળછાયા વાતાવરણથી વાતાવરણમા ઠંડક પ્રસરી જવા પામી હતી.
(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
