<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

અમદાવાદમાં ત્રણ સ્થળોએ લાગી ભયાનક આગ લાગી

ઝુંડાલ સર્કલમાં ખુલા પ્લોટમાં આગ,રાયખડમાં મકાનમાં ફટાકડો પડતા આગ લાગ્યા બાદ ન્યુ રાણીપમાં પણ આગનો બનાવ

અમદાવાદમાં પણ બે અલગ અલગ સ્થળો પર આગની ઘટના બની હતી. જેમાં ઝુંડાલ સર્કલ પાસે આગ લાગ્યાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જો કે આગ ખુલ્લા પ્લોટમાં લાગી હોવાથી સુકુ ઘાસ સળગી જવા સિવાય કોઇ જાનહાનીનાં સમાચાર નથી. ફાયર દ્વારા આગ પર મહદઅંશે કાબુ પણ મેળવી લેવાયો છે. આ ઉપરાંત રાયખડમાં પણ આગની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક મકાનમાં ફટાકડો પડતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં પણ આગની ઘટના પ્રકાશમાં આવી છે

(11:20 PM IST)