<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

રીવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાએ કચ્છમા માતાના મઢ મંદિરે શિશ ઝુકાવ્યું

રાજ્યમંત્રી અને સ્ટાર ક્રિકેટરે સામાન્ય ભક્તોની જેમ દર્શન કર્યા : માઈ ભક્તોએ આપી શુભેચ્છા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ ; દિવાળીના તહેવારો વચ્ચે જામનગરના ધારાસભ્ય અને નવા વરાયેલા રાજ્યમંત્રી રિવાબા જાડેજા કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ મંદિરે આઈ શ્રી આશાપુરા માતાજીના દર્શને પહોંચ્યા હતા. 

         તેમની સાથે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને તેમના પતિ રવિન્દ્ર જાડેજાએ માતાના મઢ મંદિરે દર્શન કર્યા હતા. અહીં મંદિરમાં માઈ ભક્તોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. હંમેશા સામાન્ય ભક્તોની જેમ જ દર્શન કરનાર જાડેજા દંપતીની સાદગી લોકોને સ્પર્શી ગઈ છે.

(9:31 AM IST)