News of Tuesday, 21st October 2025
બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે, નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
ફરી લાનીનોની પરિસ્થિતિ સર્જાઇ શકે, ડીસેમ્બરમાં ગાત્રો થીજાવતી ઠંડી પડશેઃ અંબાલાલ પટેલ

અમદાવાદઃ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં થનારા ફેરફારો અંગે મહત્વપૂર્ણ આગાહી કરતા. જણાવ્યું કે હાલ લા નીનોની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે હવામાનમાં મોટાપાયે પરિવર્તન જોવા મળી શકે છે.
૧૮થી ૨૧ ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચાલ જોવા મળશે. આ હલચલ ચક્રાવાતમાં ફેરવાઈ શકે તેવી શક્યતા પણ છે. સાથે જ બંગાળના ઉપસાગરમાં પણ આગામી દિવસોમાં મોટું વાવાઝોડું સર્જાઈ શકે છે.
તેમણે જણાવ્યું કે ૭ થી ૧૧ નવેમ્બર દરમિયાન દક્ષિણ ભારતમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ વરસાદની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે, ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવામાન ભેજવાળું રહેશે.
અંબાલાલ પટેલે આગળ કહ્યું કે આગામી દિવસોમાં રાજયમાં ઠંડીમાં ધીમે ધીમે વધારો થવાનો છે. ન્યૂનતમ તાપમાન ૨૦ ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. વાવાઝોડાની અસરથી ઠંડી ઉછી જણાશે, અને ૨૨ ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
