News of Tuesday, 21st October 2025
સુરત: દિવાળી પર ફાયર બ્રિગેડ ૨૪ કલાક ખડેપગે, ૧૨૬થી વધુ કોલ મળ્યા
તમામ ફાયર જવાનોની રજાઓ રદ કરીને તેઓને ચોવીસ કલાકની ફરજ પર તૈનાત

સુરત: દિવાળીના તહેવાર દરમિયાન આગની કોઈપણ દુર્ઘટનાને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકાનું અગ્નિશમન દળ સંપૂર્ણપણે સજ્જ રહ્યું હતું. તમામ ફાયર જવાનોની રજાઓ રદ કરીને તેઓને ચોવીસ કલાકની ફરજ પર તૈનાત કરવામાં આવ્યા હતા.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં સાઠથી વધુ ફાયર એન્જિનો અને આશરે આઠસોથી વધુ જવાનોનો સ્ટાફ ખડેપગે રહ્યો હતો. દિવાળીની રાત દરમિયાન સુરત ફાયર વિભાગને આગ લાગવાના એકસો છવ્વીસથી વધુ કોલ મળ્યા હતા, જેમાં મોટાભાગના કિસ્સા કચરાના ઢગલા અથવા ફટાકડાના કારણે લાગેલ નાની આગના હતા.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
