<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

દાદરાનગર હવેલી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિવાદ : ઉમેદવારોના ફોર્મ નામંજૂર થવા મુદ્દે વિવાદ વધુ ગરમાયો

ફોર્મ નામંજૂર થતા ઉમેદવારો, સમર્થકો કલેક્ટર કચેરી પહોંચ્યા: કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોના ફોર્મ નામંજૂર કર્યાનો આક્ષેપ

દાદરાનગર હવેલી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે. ઉમેદવારોના ફોર્મ નામંજૂર થવા મુદ્દે વિવાદ વધુ ગરમાયો. ફોર્મ નામંજૂર થતા ઉમેદવારો, સમર્થકો કલેક્ટર કચેરી પહોંચ્યા. કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોના ફોર્મ નામંજૂર કર્યાનો આક્ષેપ છે. માત્ર ભાજપના ઉમેદવારોના જ ફોર્મ મંજૂર કરાયાનો આક્ષેપ છે. નારાજ ઉમેદવારો, સમર્થકોનો કલેક્ટર કચેરી સામે બેસી વિરોધ નોંધાયો. દાદરાનગર હવેલીમાં જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી છે.

(12:49 AM IST)