<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટની લૂંટ કરી ધાર્મિક પરંપરા સાથે ઉજવણી

આજુબાજુના લગભગ 80થી 85 ગામોને લોકોને લેખિતમાં આમંત્રણ પણ આપવામાં આવે છે

સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટની લૂંટ કરી ધાર્મિક પરંપરા સાથે કરાઈ ઉજવણી. યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજીને 151 મણ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવે છે…જેને વર્ષોથી લોકો વચ્ચે વહેંચવામાં નથી આવતો..પરંતુ તેને લૂંટવાની અનોખી પ્રથા વર્ષોથી ચાલે છે અને લોંકો હોંશે હોંશે આ પ્રસાદને લૂંટીને આ પરંપરા સાથે ઉજવણી કરે છે. આ માટે આજુબાજુના લગભગ 80થી 85 ગામોને લોકોને લેખિતમાં આમંત્રણ પણ આપવામાં આવે છે. મહા આરતી બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવે છે..જેમાં આમંત્રિત ભાવિકો અને ક્ષત્રિયો આ અન્નકૂટને લૂંટીને આ પ્રસાદને આરોગે છે. આ પ્રથા પાછળ એવી પણ માન્યતા છે કે આ પ્રસાદ આરોગવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે. એટલે જ મંદિરની સ્થાપના સમયથી આ પ્રથા ચાલી આવે છે. .

(12:57 AM IST)