તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Wednesday, 22nd October 2025
નૂતન વર્ષ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી શુભેચ્છા મુલાકાત
રાજ્યપાલએ મુખ્યમંત્રી સહિત તમામ ગુજરાતીઓને નવવર્ષની શુભકામનાઓ પાઠવી

ગાંધીનગર :વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષના પ્રથમ દિવસે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. રાજભવન ખાતે પધારેલા મુખ્યમત્રીનું રાજ્યપાલએ સ્વાગત કરીને નવ વર્ષની અંત:કરણ પૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યપાલ સમગ્ર ગુજરાતીઓને નવ વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, નવા વર્ષનું આગમન આપણા જીવનમાં નવી ઊર્જા, નવી ઉમંગ અને નવા સંકલ્પ લઈને આવે છે. આ શુભ અવસરે લોકોએ જીવનમાં નૈતિક મૂલ્યો, સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. તેમજ સ્વદેશી અપનાવીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા મહત્તમ યોગદાન આપવું જોઈએ.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
