News of Wednesday, 22nd October 2025
રાજભવન ખાતે વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષના પ્રથમ દિવસે 'નૂતન વર્ષ મિલન સમારોહ'નું આયોજન
વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, રાજભવનના કર્મચારીગણના પરિવારજનો તેમજ નાગરિકોએ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને મળી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

ગાંધીનગર : રાજભવન, ગાંધીનગર ખાતે વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષના પ્રથમ દિવસે 'નૂતન વર્ષ મિલન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, રાજભવનના કર્મચારીગણના પરિવારજનો તેમજ નાગરિકોએ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને મળી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલએ પણ તમામ લોકોનું નવું વર્ષ મંગલમય, આનંદમય અને સુખમય અને સ્વાસ્થ્યપ્રદ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
(7:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
