<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

વાઘોડિયાનાં જરોદ પાસે વિચિત્ર અકસ્માત: XUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને ઝાડ પર ઊંધી લટકી ગઈ: એકનું મોત

મુંબઈનો પરિવાર ઉત્તરપ્રદેશ જઈ રહ્યો હતો, ત્યારે વાઘોડિયા પાસે અકસ્માત નડ્યો :એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે ચાર લોકોને ઇજા

વડોદરાના વાઘોડિયાનાં જરોદ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો છે. XUV કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો છે. જ્યારે ટક્કર એટલી જબરદસ્ત હતી કે કાર ઉછળીને ઝાડ પર ઊંધી લટકી ગઈ હતી. જ્યારે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કારને સીધી કરી હતી. જ્યારે અકસ્માતમાં કારનું કચ્ચરઘાણ વળી જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મુંબઈનો પરિવાર ઉત્તરપ્રદેશ જઈ રહ્યો હતો, ત્યારે વાઘોડિયા પાસે અકસ્માત નડ્યો હતો 

  પરિવાર સાથે મુંબઈથી ઉત્તરપ્રદેશ જતાં પરિવારને અકસ્માત નડ્યો છે. જરોદ પાસે અચાનક જ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ધડાકાભેર કાર અથડાયા બાદ ઝાડ પાસે ઊંધી લટકી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 

  મુંબઈથી ઉત્તરપ્રદેશ જતાં પરિવારને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં 51 વર્ષીય મુંબઈના મજહરૂદ્દીન અન્સારીનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે

   ઘટનાને પગલે રાહદારીઓ અને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. આ સાથે જ એમ્બ્યુલન્સ અને પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. 

અકસ્માતમાં XUV કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. જ્યારે જરોદ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે .


 

(7:05 PM IST)