તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 23rd October 2025
નશામાં ધૂત પોલીસ કર્મચારીઓ સર્જયો ત્રિપલ અકસ્માતઃ ૭ થી વધુ લોકોને ઇજા
સાબરકાંઠાના ઇડરમાં બનાવઃ પોલીસ કર્મચારીએ કારથી રિક્ષા, ટુવ્હીલર સહિત અન્ય વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જા ફરાર થઇ ગયો

અમદાવાદઃ સાબરકાંઠાના ઈડરમાં નશાની હાલતમાં પોલીસે અકસ્માત સર્જ્યો હતો. ઈડરના મોહનપુરા પાટિયા પાસે આ અકસ્માત સર્જયો હતો. નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલની કારે રીક્ષા અને એકટીવાને ટક્કર મારી છે જેમાં 7થી વધુ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, સાબરકાંઠાના મોહનપુરા પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં પોલીસકર્મી ચેતન અંસારીએ કારથી ઓટો રિક્ષા, ટુ વ્હીલર અને અન્ય વાહનને ટક્કર મારી હતી. જોકે, કોન્સ્ટેબલ કારચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.ચેતન અંસારીએ કરેલા ટ્રિપલ અકસ્માતથી ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ફરાર આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ચેતન અંસારી નામના કોન્સ્ટેબલ વડાલી પોલીસ મથકમાં ફરજ બજાવે છે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
