તા. ૧૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૦ શુક્રવાર
News of Thursday, 23rd October 2025
શનીવારથી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં સિમીત છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઃ વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા. રપ થી ૩૦ ઓકટોબર સુધીની આગાહી
હાલમાં અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન અને ગુજરાતના કિનારેથી ઘણું દૂર સ્થિત છે, તેમ છતાં સિસ્ટમ્સ સાથે જોડાયેલા વાદળો પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર સુધી ફેલાયેલા છે

રાજકોટઃ જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે માવઠાની આગાહી કરી છે. તેઓ જણાવે છે કે આગામી તા. રપ થી ૩૦ ઓકટોબર સુધી છુટાછાયા સિમિત વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે.
તેઓ જણાવે છે કે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર આવેલું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન આશરે 5 કિ.મી./કલાકની ઝડપે ધીમે ધીમે ઉત્તરપૂર્વ દિશામાં ખસ્યું અને આજના રોજ, 23 ઓક્ટોબર 2025ના રોજ સવારે 0830 કલાકે, તે એ જ વિસ્તાર પર કેન્દ્રિત હતું, આશરે અક્ષાંશ 9.8°ઉત્તર અને રેખાંશ 67.8°પૂર્વ પાસે.
તે અમીનદીવી (લક્ષદ્વીપ) થી લગભગ 560 કિ.મી. પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં અને પણજીમ (ગોવા) થી આશરે 910 કિ.મી. દક્ષિણપશ્ચિમમાં સ્થિત હતું.
આ સિસ્ટમ્સ આગામી 24 કલાક દરમિયાન દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરથી ઉત્તરપૂર્વ દિશામાં ખસીને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની શક્યતા છે.
દક્ષિણ આંતરિક કર્ણાટક પરનું નીચા દબાણનું ક્ષેત્ર:
ઉત્તર આંતરિક તમિલનાડુ અને લાગુ દક્ષિણ આંતરિક કર્ણાટક પર આવેલું લો પ્રેસર ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસીને દક્ષિણ આંતરિક કર્ણાટક અને આસપાસના વિસ્તારમાં આજે સવારે 0830 કલાકે, 23 ઓક્ટોબર 2025ના રોજ સ્થિત હતું. તે સાથે જોડાયેલું યુએસી 5.8 કિમિ સુધી વિસ્તરેલું હતું.
આ સિસ્ટમ્સ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિલાગુ મ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસીને દક્ષિણ કર્ણાટક પરથી પસાર થઈને પૂર્વ-મધ્ય અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર ઉપર પહોંચવાની શક્યતા છે.
દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપરનું ચક્રવાતી પરિભ્રમણ:
દક્ષિણ અંડમાન સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં આવેલું યુએસી હવે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ અંડમાન સમુદ્ર ઉપર છે, જે સમુદ્ર સપાટીના સરેરાશ સ્તરથી આશરે 5.8 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. તેના પ્રભાવ હેઠળ, 24 ઓક્ટોબર 2025ના રોજ દક્ષિણપૂર્વ અને લાગુ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર એક નવું લો પ્રેસર ક્ષેત્ર રચાવાની શક્યતા છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં ખસીને આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનવાની શક્યતા છે.
અન્ય હવામાન સિસ્ટમો:
ઉત્તરપશ્ચિમ ઉત્તરપ્રદેશ અને લગોળ હરિયાણા ઉપર લગભગ 3.1 કિ.મી. ઊંચાઈએ આવેલું યુએસી યથાવત છે.
તેઓ જણાવે છે કે મધ્ય અને ઉપર ક્ષોભમંડલ પશ્વિમ પવનોમાં આવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે આશરે રેખાંશ 78°પૂર્વ અને અક્ષાંશ 30°ઉત્તરથી ઉત્તર તરફ 5.8 કિ.મી. ઊંચાઈએ એક ટ્રફ સ્વરૂપે ચાલે છે.
27 ઓક્ટોબર 2025થી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયીય પ્રદેશને અસર કરવાની શક્યતા છે.
વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તારીખ 25 થી 30 ઓક્ટોબર 2025 સુધીની આગાહી કરતાં જણાવે છે કે
હાલમાં અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન સૌરાષ્ટ્ર અને ગુજરાતના કિનારાોથી ઘણું દૂર સ્થિત છે.
તેમ છતાં, સિસ્ટમ્સ સાથે જોડાયેલા ઘન વાદળો પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર સુધી ફેલાયેલા છે.
ઈતિહાસમાં, અરબી સમુદ્રની ખૂબ ઓછી સિસ્ટમો જ 20°ઉત્તર અક્ષાંશથી ઉપર સુધી પહોંચી છે.
તેમ છતાં, આ સિસ્ટમ્સ અને તેના આનુસંગિક વાદળો ના પ્રભાવ હેઠળ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના સીમિત થી છુટા છવાયા વિસ્તારો માં 25 થી 30 ઓક્ટોબર 2025 દરમિયાન બિનમોસમી હળવા થી મધ્યમ, તથા કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તારોમાં વરસાદની સંભાવના વધુ છે.
આ અનુમાનની વિશ્વસનીયતા મધ્યમ સ્તરની છે, કારણ કે વિવિધ અનુમાન મોડેલો અલગ દ્રશ્યો દર્શાવે છે.
તેમાં, ECMWF મોડેલ સૌથી વધુ વરસાદની સંભાવના બતાવે છે, જ્યારે IMD GFS મોડેલ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે સૌથી ઓછી વરસાદની સંભાવના દર્શાવે છે. સિસ્ટમ્સ નું નિરીક્ષણ ચાલુ રહેશે અને જરૂર જણાશે તો અપડેટ આપવામાં આવશે.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
