News of Thursday, 23rd October 2025
શક્તિપીઠ અંબાજીમાં ભાઈબીજના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
અંબાજીના તમામ જાહેર સુવિધા કેન્દ્રો હાઉસફૂલ બન્યા: મંદિર પરિસર “જય અંબે”ના નાદથી ગુંજી ઉઠ્યું

દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતના અનેક યાત્રાધામોમાં ભક્તિભાવ અને આનંદનો અદભૂત સમન્વય જોવા મળી રહ્યો છે. ધર્મસ્થળો પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને પ્રવાસન સ્થળોએ સહેલાણીઓનો ઉમટતો ઉત્સાહ રાજ્યમાં પર્વની રોનક વધારી રહ્યો છે.
શક્તિપીઠ અંબાજીમાં ભાઈબીજના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. વહેલી સવારથી જ મા અંબાના દર્શન માટે ભક્તો કતારમાં ઊભા રહ્યા હતા. અંબાજીના તમામ જાહેર સુવિધા કેન્દ્રો હાઉસફૂલ બન્યા હતા. મંદિર પરિસર “જય અંબે”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
