<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

મહેસાણાના એરોડ્રામ ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિકની ટીમ દ્વારા એર-શો યોજાયો

મહેસાણાના ઇતિહાસમાં પ્રથમવાર ભારતના ફાઇટર જેટ્સ 900થી 1000ની ઝડપે શૌર્યની ઉડાન

મહેસાણાના એરોડ્રામ ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિકની ટીમ દ્વારા એર-શોનું આયોજન કરાયું છે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 9 જેટ્સ સાથે એર શો યોજાઈ રહ્યો છે. મહેસાણાના ઇતિહાસમાં પ્રથમવાર ભારતના ફાઇટર જેટ્સ 900થી 1000ની ઝડપે શૌર્યની ઉડાન ભરશેઆ એર-શોનો મુખ્ય હેતુ યુવાઓને સશસ્ત્ર દળોમાં જોડાવવા માટે પ્રેરિત કરવાનો છે. સૂર્યકિરણ એરોબેટિક ટીમ એશિયાની ગૌરવશળી ટીમ છે. જેણે 700થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એર શો કર્યા છે. આપને જણાવી દઇએ આ એર શો પહેલા સૂર્યકિરણ ટીમે ભવ્ય રિહર્સલ કર્યું હતું. મહત્વનું છે, આજે વાયુસેના શૌર્ય. પરાક્રમ સાહસ વીરતા હિંમત અને ઉમંગથી આકાશ ગૂંજવી દેશે.

(9:42 PM IST)