<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય:ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા:ત્રણ દિવસ યલો એલર્ટ જાહેર

પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયો વરસાદ વરસસશે

અમદાવાદ :હવામાન વિભાગે કમોસમી વરસાદને લઇને મહત્વની આગાહી કરી છે. પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાથી રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 25થી 27 ઓક્ટોબર દરમિયાન યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયો વરસાદ વરસસશે.  ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, કચ્છમાં છૂટાછવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસશે. 

(10:47 PM IST)