News of Saturday, 25th October 2025
અમદાવાદની હાઇ પ્રોફાઇલ રેવ પાર્ટીમાં રેડ દરમિયાન મીડિયાને જોઇ બધા ભાગ્યા : જુઓ વિડિયો
પોલીસે દરોડા પાડતા હડકંપ મચી ગયેલઃ ઘટનાસ્થળેથી અનેક લોકોની અટકાયતઃ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

અમદાવાદઃ શહેરના અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલા ઝેફાયર ફાર્મહાઉસ ખાતે બોપલ પોલીસે મોડી રાત્રે દરોડો પાડી ગુજરાતના દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન કરતી એક હાઈપ્રોફાઈલ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસની રેડમાં 13 NRI સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મોટા ભાગના પકડાયેલા લોકો આફ્રિકન મૂળના વિદેશી નાગરિકો હોવાનું સામે આવ્યું છે.
જોન નામના યુવકે 'હોટ ગ્રેબર પાર્ટી'ના નામે આ આયોજન કર્યું હતું, જેના માટે રૂ.700 થી લઈને રૂ.15,000 સુધીના VIP પાસ છપાવવામાં આવ્યા હતા. આ પાસમાં 'શરાબ અને શબાબ' (દારૂ અને મોજ-મજા)નો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે આ એક પૂર્વનિયોજિત નશાખોરીની મહેફિલ હતી. પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂનો જથ્થો, હુક્કા અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી. જોકે, પોલીસની કાર્યવાહી દરમિયાન કેટલાક વિદેશી યુવક-યુવતીઓ મીડિયાને જોઈને ભાગી ગયા હતા. ઝડપાયેલા તમામ આરોપીઓને દારૂના નશાની પુષ્ટિ કરવા માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે, અને બોપલ પોલીસે આ આયોજનના મૂળ અને દારૂના સપ્લાય ચેઈન વિશે ઊંડી તપાસ શરૂ કરી છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
