<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયું: તળેટીથી લઈ નિજ મંદિર સુધી દર્શનાર્થી ઓની ભારે ભીડ

શનિવાર અને દીવાળી વેકેશનને પગલે વહેલી સવારથી પાવાગઢમાં ભક્તોની જબરી ભીડ જામી

પંચમહાલ જિલ્લામાં આવેલ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડયું છે. આજે શનિવાર અને દીવાળી વેકેશનને પગલે વહેલી સવારથી પાવાગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. તળેટીથી લઈ નિજ મંદિર સુધી દર્શનાર્થી ઓની ભારે ભીડ જોવા મળી છે. દર્શનાર્થીઓની ભારે ભીડને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જાય અને દર્શનાર્થીઓને અગવડતા ના પડે તે માટે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

 

(7:28 PM IST)